Skip to main content
GST Review February-2026

અંદાજપત્ર ૨૦૨૬માં જીએસટીના સૂચિત સુધારા

Zalak Sohil Dalal
તારીખ ૧-૨-૨૦૨૬ના રોજ વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર લોકસભામાં રજૂ કર્યાની સાથે કેન્દ્રીય નાણામંત્રી માનનીય શ્રીમતી નિર્મલા સીતારામને ફાઇનાન્સ બિલ, ૨૦૨૬ પણ લોકસભામાં રજૂ કરેલ છે. આ બિલમાં સેન્ટ્રલ ગૂડસ ઍન્ડ સર્વિસ ટેક્સ એક્ટ,૨૦૧૭માં કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા છે. આવા જ સુધારા જે તે રાજ્યની વિધાનસભા દ્વારા જે તે રાજ્યના જીએસટી કાયદામાં પણ કરવામાં આવશે. ૧. કલમ ૧૫ની પેટા કલમ ૩ જે CGST કાયદાની જોગવાઈમાં Post sale discountના કિસ્સામાં Prior Agreement હોવો જોઈએ અને ક્રેડિટ નોટ કે જે કલમ ૩૪ હેઠળ આપવામાં આવી છે આવી ક્રેડિટ નોટને લગતી ઈનપુટ ટેક્સ ક્રેડિટ પ્રાપ્ત કરનાર નોંધાયેલ વ્યક્તિએ ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ઘટાડો કરેલ હોય તથા ક્રેડિટ નોટનું linking ઇસ્યુ થયેલ ટેક્સ ઇન્વોઇસ સાથે થવું જોઈએ એવી પૂર્વ-શરત જે હાલમાં છે. હવેથી સુધારો અમલમાં આવ્યા બાદ એકમાત્ર શરતનું પાલન જ કરવાનું રહેશે અને એ શરત એ છે કે Post sale discountના કિસ્સામાં ક્રેડિટ નોટ કે જે કલમ ૩૪ હેઠળ જે આપવામાં આવી છે આવી ક્રેડિટ નોટને લગતી ઈનપુટ ટેક્સ ક્રેડિટ પ્રાપ્ત કરનાર નોંધાયેલ વ્યક્તિએ ઘટાડો કરેલ હોવો જોઈશે તેજ કિસ્સામાં સપ.......